मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

Gujarat Public Schemes : સરકારની જાહેર યોજનાઓ

 Gujarat Public Schemes : સરકારની જાહેર યોજનાઓ

આપણા દેશમાં સરકાર દ્વારા ગરીબીને દૂર કરવા ઘણા પ્રયાસો કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમો અને યોજનાઓ બનાવવામાં આવે છે. જેના દ્વારા આ યોજનાઓ વંચિત સમુદાયો, ખાસ કરીને આદિવાસી, દલિત, વિકલાંગ અને મહિલાઓ સુધી પહોંચે અને તેનો લાભ લઈને સમાજમાં સ્વમાનભેર જીવી શકે. આ યોજનાઓમાં વિકલાંગતા ધારો-૧૯૯૫ અનુસાર ગરીબી નિવારણની તમામ યોજનાઓમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને ૩ ટકા અનામતનો લાભ મળે છે. પરંતુ, મોટા ભાગે કાર્યક્રમો અને યોજનાઓ હજુ સુધી ગરીબ, વંચિત સમુદાયો અને વિકલાંગ વ્યક્તિઓ સુધી પહોંચી શક્યા નથી. તેની પાછળ ઘણાં કારણો છે. આ બધાં કારણોમાંથી એક મહત્ત્વનું કારણ એ પણ છે કે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓની સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચતી નથી, પરિણામે લોકો આ યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે.


આ માહિતી પુસ્તિકામાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક સુરક્ષા, રોજગારી અને ખેતી વાડી અંગેની સરકારની જાહેર યોજનાઓ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવી છે. જેમ કે, લાભ કોને મળે, કેટલો લાભ મળે, લાભ ક્યાંથી મળે અને લાભો મેળવવા માટે કયા કયા પુરાવાઓ જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને આ માહિતી પુસ્તિકાને તૈયાર કરવામાં આવી છે. આ યોજનાઓની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તો લોકોમાં યોજનાઓ વિશેની જાણકારી આવશે અને તે યોજનાઓને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરશે, સાથે સાથે આ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે નાગરિકો અને પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓની ભૂમિકા શું છે તે વિશે પણ માહિતી આપવામાં આવી છે.

વર્ષ ૨૦૧૪થી એક પરિયોજના 'ભારતના પછાત જિલ્લાઓમાં જાહેર યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવી' નું ૨૦૧૮ સુધી પાંચ વર્ષ માટે ૧૪ પ્રોજેક્ટ પાર્ટનરો દ્વારા 'યુરોપિયન યુનિયન'ની સહાયથી અમલીકરણ કરવામાં આવે છે. આ ૧૪ પ્રોજેક્ટ પાર્ટનરો પૈકી ગુજરાતમાં બે પ્રોજેક્ટ પાર્ટનર - ‘ઉન્નતિ વિકાસ શિક્ષણ સંગઠન' અને 'આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) (એ.કે.આર.એસ.પી. (આઈ)' છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય વિષય પર બંને પ્રોજેક્ટ પાર્ટનરનું ધ્યાન કેન્દ્રિત છે. જ્યારે 'ઉન્નતિ’નું ધ્યાન સામાજિક સુરક્ષા અને સંરક્ષણ વિષય પર કેન્દ્રિત છે અને ‘એ.કે.આર.એસ.પી. (આઈ)'નું ધ્યાન જીવનશૈલીથી સંબંધિત યોજનાઓ પર કેન્દ્રિત છે. આ સમગ્ર પરિયોજનાનું ધ્યાન સમાજનાં છેવાડાનાં અને વંચિત સમુદાય જેવા કે, ગરીબ પરિવાર, વૃદ્ધ, નિરાધાર મહિલાઓ, બાળકો અને વિકલાંગ વ્યક્તિ પર કેન્દ્રિત છે.

'ઉન્નતિ - વિકાસ શિક્ષણ સંગઠન' દ્વારા સાબરકાંઠાના પોશિના અને વિજયનગર તાલુકામાં ‘માહિતી સંદર્ભ કેન્દ્ર' (આઈ.આર.સી. - ઈન્ફર્મેશન રિસોર્સ સેન્ટર) વર્ષ ૨૦૧૪થી કાર્યરત છે. જેમાં લોકોને સરકારની યોજનાઓની માહિતી, યોજના અંગેના ફોર્મ અને સેવા આપનાર, સેવા પૂરી પાડતી સંસ્થાઓની કાર્ય પદ્ધતિ અને માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી સરકારની જુદી જુદી જાહેર યોજનાઓનો લાભ વધુને વધુ લોકો લઈ શકે.

'એ.કે.આર.એસ.પી. (આઈ)' અને તેની સાથી સંસ્થા 'ડીએસસી' દ્વારા જાહેર કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડવા અને સ્થાનીય શાસનને મજબૂત કરવાના હેતુથી ગ્રામીણ સુશાસન પરિયોજના હેઠળ સાગબારા, ડેડિયાપાડા અને મેઘરજ તાલુકાઓમાં નાગરિક સુચના કેન્દ્ર ચલાવવામાં આવે છે.

છેલ્લા ચાર-પાંચ વર્ષો દરમ્યાન સરકાર દ્વારા ઘણી જાહેર યોજનાઓમાં સુધારા કરવામાં આવ્યા છે, તેથી આ માહિતી પુસ્તિકાને અદ્યતન કરીને તેનું પુનઃ પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. આ પુનઃપ્રકાશન, યુરોપિયન યુનિયનના પ્રોજક્ટ 'જાહેર યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવી'ના, પ્રોજેક્ટ પાર્ટનર 'ઉન્નતિ વિકાસ શિક્ષણ સંગઠન' અને 'આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું છે.

જાહેર જનતા માટેની નીચે મુજબની બધી યોજનાની સંપૂર્ણ માહિતી બુકમાં આપેલ છે :
શિક્ષણ અંગેની યોજનાઓ
  • મધ્યાહ્ન ભોજન યોજના
  • શિષ્યવૃત્તિ અને અન્ય લાભો (વિકલાંગબાળકો સહિત)
  • શાળા યુનિફોર્મની યોજના
  • પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ (ધો.૧થી ૧૦ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે)
  • આદિમ જૂથનાં (પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ - પીટીજી) ધો.૧થી ૧૦નાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે શિષ્યવૃત્તિ
  • સરસ્વતી સાધના યોજના (વિદ્યાર્થિનીઓ માટે સાયકલ)
  • વિકલાંગતા ધરાવતાં બાળકને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ (ધો.૧થી૭) અને (ધો.૮થી વધુ અભ્યાસ)
જાહેર આરોગ્ય અંગેની યોજનાઓ
મહિલા અને બાળવિકાસની યોજનાઓ
  • ચિરંજીવી યોજના
  • બાળ વિકાસ અને પોષણ કેન્દ્ર (સીડીએનસીની સેવાઓ)
  • જનની સુરક્ષા યોજના
  • રસીકરણની યોજના
  • કસ્તુરબા પોષણ સહાય યોજના
  • પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના
  • બાલસખા યોજના
સંકલિત બાળવિકાસ યોજનાઓ (આઈસીડીએસ)
  • આંગણવાડી
જાહેર આરોગ્ય વીમા અંગેની યોજનાઓ
  • પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (આયુષ્યમાન ભારત)
  • આમ આદમી વીમા યોજના
  • ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના
  • નિઃશુલ્ક વૈધકીય સહાય યોજના
  • વિકલાંગ અકસ્માત વીમા યોજના
  • નિરામયા યોજના (વિકલાંગ વ્યક્તિઓ માટે વીમા રક્ષણ)
  • રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ
સામાજિક સુરક્ષા અંગેની યોજનાઓ
પેન્શન અને લગ્ન સંબંધી યોજનાઓ
  • વિધવા સહાય યોજના
  • નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના
  • ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના)
  • સંકટ મોચન યોજના
  • વિકલાંગતા અંગેનું તબીબી પ્રમાણપત્ર મેળવવા બાબતે
  • વિકલાંગ વ્યક્તિ માટે વિકલાંગ ઓળખપત્ર મેળવવા બાબતે
  • ઈંદિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ (આઈજીએનડીપીએસ) ૪ અને સંત સુરદાસ યોજના (તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)
  • સાત ફેરા સમૂહ લગ્ન યોજના
  • કુંવરબાઈનું મામેરું યોજના
બાળ સુરક્ષા અંગેની યોજનાઓ
  • સ્પોન્સરશિપ યોજના
  • પાલક માતા-પિતાની યોજના
આવાસની યોજનાઓ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના
  • ડૉ. આંબેડકર આવાસ યોજના
  • આદિ-જાતિ આવાસ યોજના
  • પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના
  • વિકલાંગ વિધવા બહેનો માટે આવાસ યોજના
અન્ન અંગેની જાહેર વિતરણ યોજનાઓ
  • માં અન્નપૂર્ણા યોજના - પીએચએચ માટેની યોજના
  • અન્નપૂર્ણા યોજના
  • અન્નમ્ બ્રહ્મ યોજના
રોજગારી અને ખેતી વાડી અંગેની યોજનાઓ
  • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના
  • કૃષિ વૈવિધ્યકરણની યોજના
  • બકરાં એકમ (૧૦ + ૧)ની સ્થાપના માટે સહાય
  • ૨૫ આર.આઈ.આર પક્ષી એકમ સહાય
  • મરઘાં પાલન તાલીમ સ્ટાઈપેન્ડ
  • ૧૦૦ બ્રોઈલર પક્ષી ફાર્મની સ્થાપના માટે સહાય
  • અકસ્માતે પશુ મૃત્યુ વળતર (સહાય) ચૂકવવાની યોજના
  • સંકલિત ડેરી વિકાસ યોજના
  • માનવગરીમા યોજના
  • માનવકલ્યાણ યોજના
  • હેન્ડ ટૂલ્સ કીટમાં સહાય (એજીઆર-3)
ખેતી વાડી માટે યાંત્રિકીકરણની પ્રવૃતિઓ માટેની યોજના
  • ટ્રેકટર સહાય
  • તાડપત્રી
  • ઈલેટ્રીક મોટર
  • ઓઈલ એન્જીન
  • ખુલ્લી પાઈપ લાઈન
  • અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન
  • પાવર સંચાલિત સ્પ્રેયર
  • ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
  • પમ્પ સેટ્સ
  • ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર
  • બંડ ફોર્મર
  • બ્રસ કટર
  • રેઇઝડ બેડ પ્લાન્ટર
  • વિનોવીંગ ફેન
  • હેરો (રાપ)
અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ ટકા સહાય

શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના

રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમની યોજનાઓ

પ્રધાનમંત્રી મુદ્રા યોજના

કિસાન ક્રેડિટ કાર્ડ

પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના

દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના

વિકલાંગ વ્યક્તિઓ માટે સાધન સહાયની યોજનાઓ
  • વિકલાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની ગુજરાત રાજ્ય સરકારની યોજના
  • વિકલાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની કેન્દ્ર સરકારની યોજના (એડીપ યોજના
યોજનાનું બુકલેટ : ગુજરાત સરકાર 


શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓ pdf

અન્ય સરકારી યોજના  ની સંપૂર્ણ  વિગત :

હોમ પેજ : click here 

               Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा