ગુજરાત શિક્ષક યોગ્યતા કસોટી ૧ | GUJARAT TET 1
શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક, તા:૨૭-૦૪-૨૦૧૧ તથા તા:૧૪-૦૭-૨૦૧૧ અને તા:૦૩-૦૫-૨૦૧૨ અને તા:૧૮-૦૫-૨૦૧૨ના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ/ નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયકની નિમણૂંક માટેના ધારા-ધોરણો નિયત થયેલ છે
શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : પીઆરઇ-૧૧૧૧-૭૧૧- ક, તા:૨૭-૪-૨૦૧૧ થી પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫ ) માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી-1 યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.
પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-1-૨૦૨૫ (Teacher Eligibility Test-1-2025) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાતની વિગતો:
પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતોવખત થતા સુધારાવધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવાર જ આ શિક્ષક યોગ્યતા કસોટી-1-માટે ઉપસ્થિત થઈ શકશે.
(1)શૈક્ષણિક લાયકાત:
ઓછામાં ઓછી એચ.એસ.સી પાસ
અને
(ii)તાલીમી લાયકાત:
(ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed
અથવા
(ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી (B.EL.ED)
અથવા
(ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)
શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે.
કસોટીનું માળખુ:
- આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question Based. MCQS) २३थे.
- આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી ૧૫૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૨૦ મિનિટનો રહેશે.
- આ કસોટીના તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
- દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઈ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી
- કસોટીનું માળખુ ઠરાવ ક્રમાંક: પીઆરઇ/૧૧૧૧-૭૧૧-ક તા.૨૭/૦૪/૨૦૧૧
- અભ્યાસક્રમનો માળખુ સુધારા ઠરાવ ક્રમાંક પીઆરઇ/૧૧૧૧/૭૧૧/૬ તા.૦૮/૧૦/૨૦૨૫
- પરીક્ષાના સમયનો સુધારા ઠરાવ ક્રમાંક પીઆરઇ/૧૧૧૧/૭૧૧/ક તા.૧૦/૦૯/૨૦૨૫
પરીક્ષાની માર્કશીટની વેલેડિટી બાબતનો ઠરાવ ક્રમાંક: પીઆરજી/૧૧૨૦૨૧/સી.ફા-૦૭/૬ તા.૧૦/૦૯/૨૦૨૫ કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે.
પરીક્ષા ફી :
SC, ST, SEBC, PH, EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.
ફી ભરવાની પધ્ધતિ:
ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD /NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે "Print Application/Pay Fees" ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ Online Payment" ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં "Net Banking of fee" અથવા "Other Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફ્રી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ (gseb21@gmail.com) थी संपर्क ऽरवानो रहेथे.
કસોટી/પરીક્ષા કેન્દ્ર:
કસોટી પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવાની રહેશે.
પ્રશ્નપત્રના માધ્યમ:
- શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ-૧૧૧૨-સીંગલ ફાઇલ-૭-ક. તા.૨૬/૦૪/૨૦૧૨ માં નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.)
- ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે.
- ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે.
- ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદનપત્ર ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે.
અભ્યાસક્રમ (ઠરાવ ક્રમાંક: સુધારા ઠરાવ ક્રમાંક:પીઆરઇ/૧૧૧૧/૭૧૧/ક તા.૦૮/૧૦/૨૦૨૫) આ કસોટીમાં કુલ ૫ વિભાગો ૧૫૦ પ્રશ્નો અને ૧૫૦ ગુણ
અગત્યની સુચનાઓ
1. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે.
2. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://ojas.gujarat.gov.in અને http://gujarat-education.gov.in/seb/वेसाध्टता रहेवानं र३शे
૩. ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે
4. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોડને માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી,રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે.
5. ઉમેદવારે પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતુ હોઈ જો કોઈ ખોટી વિગત રજુ કરશે તો તેનુ ફોર્મ રદ થવા પાત્ર બનશે તથા તેની સામે ફોજદારી ગુનો બનશે.
6. વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અતિમ રહેશે.
7 અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું
જરૂરી છે.
8. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા:૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક:સશપ/૧૨૨૦૧૫/૪૫૫૨૪૬/અ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.
9. શારિરીક અપંગતા (Physically Handicap) ના કિસ્સામાં રાજય સરકારશ્રીએ નક્કી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
10. EWSના કિસ્સામાં રાજ્ય સરકારશ્રીએ નક્કી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
11. ગુજરાત સરકારશ્રીના સુધારા ઠરાવ ક્રમાંક: પીઆરઇ/૧૧૨૦૧૨/સી ફા-૫/૬(ભાગ-૧) તા.૧૪/૧૨/૨૦૨૨ના દિવ્યાગતાના પ્રકાર નિયત કરવા અંગેના ઠરાવની જોગવાઇઓ લાગુ પડશે.
12. ઉમેદવારે વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી તે ફોર્મમાં સહી કરીને જરૂરી આધારો જેવા કે, પરીક્ષા ફી ભર્યાની પે સ્લીપ નકલ. જાતિ પ્રમાણપત્ર, ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર અને શારિરીક અપંગતા (Physically Handicap) અંગેનું પ્રમાણપત્ર પૈકી ઉમેદવારને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. જ્યારે કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે ઉમેદવારે તે રજુ કરવાના રહેશે.
13. જે ઉમેદવારે નિયત પરીક્ષા ફીની પે સ્લીપની રસીદ મેળવેલ હશે તે જ ઉમેદવાર પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
14. ઉમેદવારે હોલટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટનો નમૂનો પણ વેબસાઈટ પર મુકવામાં આવશે. આ OMR શીટના નમૂના પર છાપેલ તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઈ ગુંચવણ ઊભી ન થાય.
15. આ કસોટીમાં જનરલ કેટેગરી ઓછામાં ઓછા 60% (90 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
16. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારિરીક અપંગતા (Physically Handicap) ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% (82 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
17. EWS આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% (82 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
18. આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે.
19. આ કસોટીના પ્રમાણપત્રની અવધિ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૨૧/સિ.ફા.-૦૭/ક, તા:૧૦/૦૯/૨૦૨૫ મુજબની રહેશે. પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત કસોટી આપી દીધા. પછી કોઇપણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરીટ માટે એક કરતાં વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજુ કરશે તે ધ્યાનમાં લેવામાં આવશે.
20. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારોને લાલચ કે છેતરપીંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઈપણ જાતની લાગવગ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
21. ઉકત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય તો કચેરીના ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન બોર્ડની કચેરીના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 7963 ઉપર સંપર્ક કરી શકાશે.
22. આ કસોટી પ્રાથમિક શાળામાં (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે. આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી.
ઓનલાઈન અરજી કરવાની રીત :
- આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૯/૧૦/૨૦૨૫ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૧૨/૧૧/૨૦૨૫ (બપોરના ૧૫:૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
- અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-1 નું ફોર્મ ભરવું.
- Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલા*) ફુદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત
- ભરવાની રહેશે.) Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
- હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર Click કરો અહી Photo અને Signature upload કરવાના છે. (ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી ઉંચાઈ અને 75 સે.મી. પહોળાઈ રાખવી.) Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.
- હવે પેજના ઉપરના ભાગમા Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type s८ ६ Ok पर Click ७२वाथी बे (2) ५८८ 1: Application Preview 2. Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.
- અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવું. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેનું ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું
- Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહી Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
- ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરવાની રહશે.
ઓનલાઈન અરજી કરવા માટે : click here
ઓફીશીયલ વેબસાઈટ : click here
WhatsApp Group : Click here
Telegram channel : Click here
Download App for daily update: click here
Follow on google news : click here
Whatsapp channel : click here
टिप्पण्या