मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो. | तुम्हाला आमच्या वेबपेज वर तूमची पोस्ट / बातमी अथवा जाहिरात प्रसिद्ध करायची असल्यास आम्हाला संपर्क करा.

RTE GUJARAT ADMISSION: 2026-27

 RTE GUJARAT ADMISSION: 2026-27


RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ:૨૦૨૫-૨૬ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૬ નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે

પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://te.orpgujarat.com વેબસાઈટ પર તા.૨૮/૦૨/૨૦૨૫, શુક્રવારથી તા.૧૨/૦૩/૨૦૨૫,બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા કર્યા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

એડમીશન વખતે નીચેના બાળકોને ગ્રતાક્રમ આપવામાં આવશે :

* RTE માં ફોર્મ ભરવા માટે બાળક છ વર્ષ નું હોવું જોઈએ.

  • યોજનાનું નામ : RTE પ્રવેશ ફોર્મ ૨૦૨૫-૨૬
  • યોજનાના લાભ : ધોરણ ૧ થી ૮ માં ખાનગી સ્કુલમાં ફી પ્રવેશ / એડમીશન
  • ફોર્મ ભરવાની તારીખ : 0૪/૦૪/૨૦૨૬ થી તા.૧૭/૦૪/૨૦૨૬ના રાત્રીના ૧૨:૦૦ કલાક
  • લાયકાત : બાળક તા. ૧ જુન ૨૦૨૬ સુધી માં 6 વર્ષ પૂર્ણ હોવું જોઈએ 

પ્રવેશ માટેની પાત્રતા (Eligibility Criteria)

તમારા બાળકના એડમિશન માટે નીચેની શરતો પૂર્ણ હોવી જરૂરી છે:

  • વય મર્યાદા: બાળકની ઉંમર 1 જૂન, 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ હોવી જોઈએ. (જન્મ તારીખ 2 જૂન, 2020 થી 1 ડિસેમ્બર, 2020 ની વચ્ચે હોવી જોઈએ).

  • આવક મર્યાદા: આ વર્ષે નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે વાર્ષિક આવક મર્યાદા ₹6,00,000 થી વધુ ન હોવી જોઈએ.

  • રહેઠાણ: અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ.

*RTE માટે જરૂરી દસ્તાવેજ
૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર ( લાગુ પડતા હોય )
૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો(મામલતદારનો) (RTE માં આવકનો દાખલો તા. ૦૧/૦૪/૨૦૨૨ પછીનો જ માન્ય ગણાશે.)
૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

9. કેટેગરી ક્રમાંક:૯ - આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો

         પાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે. 

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (Step-by-Step Process)

અરજી કરવા માટે તમારે ક્યાંય રૂબરૂ જવાની જરૂર નથી, બધી જ પ્રક્રિયા ઓનલાઈન છે:

  1. સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ rte.orpgujarat.com પર જાઓ.

  2. 'Online Application' પર ક્લિક કરી 'New Application' પસંદ કરો.

  3. બાળકની વિગતો ભરીને એપ્લિકેશન નંબર મેળવો.

  4. તમારા ઘરથી 6 કિમીના અંતરમાં આવતી પસંદગીની શાળાઓ પસંદ કરો.

  5. તમામ દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લો.

વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના:
           આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખાઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
           તથારહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.

             RTE એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ જાહેરાત:(તા.૦૪/૦૪/૨૦૨૬ થી ૧૭/૦૪/૨૦૨૬ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

            સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન  વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

વાલા મિત્રો માટે ખાસ સુચના :

૧. આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે

ર. રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

              જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં).

૩. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું.

૪. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કર્યાં બાદ કોઈ સુધારો થઈ શકશે નહીં.

૫. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાયતો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરની સંપર્ક કરવો.

આ પણ વાચો : ગુજરાત માં સ્પેશીયલ કાયમી ટીચર ની 3000 જેટલી ભરતી શુરુ.

ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ : 


                વાલીઓ ને બધી સુચના ધ્યાને લઈને ફોર્મ ભરવાના રહેશે. કોઈપણ ખોટી માહિતી ધ્યાને લેવાની રહેશે નહિ. કોઈપણ છેતરપીંડી થાય તો સરકાર એને જબબદાર રહેતો નથી. ફોર્મ ઓનલાઈન જ ભરવાના છે. કોઈ પણ તમે કહે કે હું તમારા નંબર લગાવી દેઇશ મને એટલા પૈસા આપજો. તો એવા કોઈપણ કામ કરશો નહિ. તમારા ડોકયુમેન્ટ્સ બધા બરાબર છે તો તમે ફક્ત ફોર્મ ભરવાના જ પૈસા આપવાના છે.. સરકાર ને આ ફોર્મ ભરવાની કોઈપણ ફી ભરવાની રહેશે નહિ. 


ફોર્મ ફક્ત ઓનલાઈન ભરવાના છે. આ ફોર્મ કોઈ પણ સ્કુલ કે ઓફીસ માં જમા કરવાના રહેશે નહિ. તમારા પાસે સાચવી રાખશો.

  • ડોકયુમેન્ટ્સ લીસ્ટ :  click here
  • અરજી ની પ્રિન્ટ કરવા માટે : click here 
  • એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે  : click here 
  • વારંવાર પુછાતા પ્રશ્ન : click here
તમારા મિત્ર તથા પરિવાર જનોને શેઅર કરવાનું ભૂલશો નહિ . ધન્યવાદ !

             Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.
WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here


टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा